આજે વિજ્ઞાને એટલી પ્રગતિ કરી છે કે મંગળ ગ્રહ પર થઈ રહેલા કૅમ્પિંગથી લઈને 3 ડી પ્રિન્ટિંગ સુધી, પરિવર્તનની એક
લહેર દુનિયાને બદલી રહી છે. આખી દુનિયાની પ્રગતિ થઈ હોવા છતાં, કૃષિજગત અર્થપૂર્ણ પરિવર્તનની પ્રતીક્ષામાં છે.
કેટલાય ઉદ્યોગોને બદલનારી આધુનિક તકનીકો હજી સુધી ભારતના ખેડૂતોને પરિચિત નથી. તેથી જ અમે ભારતીય
કૃષિનું રૂપ બદલવા અને આપણા દેશ, આપણા ખેડૂતોના આધાર માટે ટેકનોલોજીનું લોકતંત્રીકરણ કરવાનો નિર્ણય લીધો
છે. અમે પરિવર્તનનું એક એવું પર્યાવરણીય તંત્ર બનાવ્યું છે, જે લગભગ જાદૂઈ છે, તો પણ એનો વાસ્તવિક લાભ ઘણો
છે. અમે આને; ચમત્કાર નહીં, આ છે આવિષ્કાર;નું નામ આપ્યું છે.
કૃષ-ઈમાં તમારું સ્વાગત છે. અગણિત કલાકો, લાખો કોડ્સ, હજારો બ્લ્યુ પ્રિન્ટ્સ, અને કેટલાંય પરીક્ષણ કર્યાં પછી
અમને કૃષ-ઈ એપ બનાવવામાં સફળતા મળી છે. કૃષ-ઈ એપ ઉપયોગ કરવામાં સરળ, એક સફળ, સૌથી પ્રગતિશીલ
અને વૈજ્ઞાનિક રીતે માન્ય છે. આ ટેકનોલોજી પર આધારિત છે, પરંતુ ખેડૂતોના જીવનથી પ્રેરિત છે. કૃષ-ઈ એપ
ખેડૂતોની આવશ્યકતાઓના આધાર પર કેટલાંય પ્રકારનાં સમાધાનો અને સેવાઓ પ્રદાન કરે છે, જે એક ખેડૂતોની આવક
પ્રતિ એકર વધારે છે. આ કૃષિ પારિસ્થિતિકી તંત્રમાં પરિવર્તનને મુખ્ય ધારામાં લાવવા અને ખેડૂતોનાં જીવનને ઉન્નતિ
તરફ લઈ જવા બનાવવામાં આવી છે.